Sunday, March 3, 2019

શું દેશ બદલાઈ ગયો છે ?

છેલ્લા થોડાં દિવસથી ઓફીસ અને આસપાસનો માહોલ જોયા પછી અવશ્ય એવું કહી શકાય કે આ દેશ બદલાઈ રહ્યો છે.
પણ શું ખરેખર તે યોગ્ય બદલાવની દિશામાં આગળ વધી રહ્યો છે?

આ જાણવા કેટલાક લોકો સાથે મુલાકાત અને વાતચીત કરી...

એક લોકોનો પક્ષ એવો છે કે હા દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. કેમકે લોકો આજે ધર્મ જાત વર્ણ વર્ગ તમામ વાત ભૂલીને એક જ દિશમાં રાષ્ટ્ર એકતામાં જોડાઈને વાત કરી રહ્યા છે. વાત તો સાચો છે... પણ મારો સવાલ તેમને પણ એજ હતો કે ક્યાં સુધી ?

જ્યારે બીજા લોકોનું માનવું છે કે દેશ દિશાહીન રીતે આગળ વધી રહ્યો છે. લોકોને જે ખોટા ચશ્માં મીડિયા દ્વારા પહેરવામાં આવી રહ્યા છે તે જ તે જોઈ રહ્યું છે. એવું પણ કહ્યું કે, જોશ without હોશ. લોકો પોતાની સામાન્ય જરૂરિયાતને ભૂલીને દેશભક્તિમાં લાગી ગયા છે. જે અગાઉ 2011 માં અન્ના હઝારેના આંદોલન સમયે થયું હતું... પણ મારો સવાલ તેમને પણ એજ હતો કે શું તેના દ્વારા પણ દેશમાં બદલાવ તો આવ્યો ખરોને ?
-----***-----
કેમ આ દેશને હંમેશા જાગૃત કરવા માટે એક ઝટકાની જરૂરત હોય છે? દેશ આપણો છે અને દેશવાસીઓ પણ આપણા છે તો કેમ એકજૂથ થઈ ન રહી શકીએ ?
શા માટે રાજકારણીઓ ના માત્ર હાથા બનીને રહીએ ?...
.
જવાબ કદાચ આઝાદીના 70 વર્ષ પછી પણ મીણબત્તી લઈને રસ્તા પર નીકળવાથી જ મળતો હોય તો તે મારા માટે યોગ્ય નથી.

તમારું શું માનવું છે?

Sunday, January 27, 2019

જીવનમાં ધૈર્ય શું છે?

જીવનમાં ધૈર્ય શું છે? 

જો તમે તમારા પરિવાર સાથે ધૈર્ય રાખો છો તો તે તમારો પ્રેમ છે...

રાહમાં મળતાં કે દુનિયાના અન્ય વ્યક્તિઓ સાથે ધૈર્ય રાખવો તે આદર છે...

મુશ્કેલ સમય પર સ્વયં ખુદ પર ધૈર્ય રાખવો તે તમારો આત્મવિશ્વાસ છે...

અને જ્યારે કરેલા કર્મ માટે ઈશ્વર પર ધૈર્ય રાખવો એ જ તમારી ખરી શ્રદ્ધા છે...  

Friday, January 25, 2019

શું છે ગણતંત્ર દિવસ?

આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો ભવ્ય દિવસની ઉજવણી. 
એ દેશ જ્યાં કોઈ એક વ્યક્તિ માત્ર શાસન નથી કરતું,
તેમજ કોઈ એક પરિવારના હાથમાં જ નથી શાસનની કમાન,
જ્યાં કોઈ એક જાતિ કે ધર્મને નામે શાસન નથી કરવમાં આવતું,
કોઈ લિંગના આધાર પર કે ઉંમરના આધારે દેશનું નેતૃત્વ કરવામાં આવતું નથી,
દુનિયાનું એવું રાષ્ટ્ર જ્યાં આજે પણ ધર્મ અને આસ્થાનું સર્વોચય સ્થાન પર છે,
જેમાં લોકો જ પોતાના ભાગ્યના ઉદયનો નિર્ણય લઈ શકે છે,
દુનિયાનું કોઈક પણ દેશ પરફેક્ટ નથી હોતું, તેનું નિર્માણ લોકોની તનતોડ મહેનતથી થાય છે.

દેશની સેના કોઈ પણ નિષ્પક્ષતા વગર રક્ષણ કરે છે, તે મહાન દેશના ગણતંત્ર દિવસ પર નવા ઉદય સાથે આગળ વધી રહ્યું છે. 

લોકો દેશ અને દેશના બંધારણની ટીકા કરે છે, પણ એ ન ભૂલવું જોઈએ કે કરોડો લોકોના વિચાર અલગ અલગ હોય શકે પણ દેશની એકતા જળવાઈ રહેવી જોઈએ. અને એકતા, સ્વતંત્રતા અને સમાનતાની જાળવણી આપણે જ કરવાની રહેશે. 

મને ગર્વ છે હું મહાન દેશનો દેશવાસી છું. 

Saturday, January 5, 2019

સંબંધની શું છે મર્યાદા?

જ્યારે સંબંધમાં જરૂરત હતી ત્યારે એકબીજાની આવશ્યકતા વધી જાય છે.

પણ જેવી સંબંધમાં તિરાડ પડે છે કે તેમાં વાતચીતનો આદર બદલાઈ જાય છે.

પણ ક્યારેય ન ભૂલવું જોઈએ,જે કહી દીધું હતું એ શબ્દો હતા.

જે કહી ન શક્યો એ લાગણી જ છે,

અને જે કહેવું છે અને તેના માટે કોઈ શબ્દ નથી તે જ તો અહેસાસ છે,

જેને આ સંબંધની મર્યાદા જાળવી રાખી છે...

©પાર્થની નવરાશ