Sunday, January 27, 2019

જીવનમાં ધૈર્ય શું છે?

જીવનમાં ધૈર્ય શું છે? 

જો તમે તમારા પરિવાર સાથે ધૈર્ય રાખો છો તો તે તમારો પ્રેમ છે...

રાહમાં મળતાં કે દુનિયાના અન્ય વ્યક્તિઓ સાથે ધૈર્ય રાખવો તે આદર છે...

મુશ્કેલ સમય પર સ્વયં ખુદ પર ધૈર્ય રાખવો તે તમારો આત્મવિશ્વાસ છે...

અને જ્યારે કરેલા કર્મ માટે ઈશ્વર પર ધૈર્ય રાખવો એ જ તમારી ખરી શ્રદ્ધા છે...  

Friday, January 25, 2019

શું છે ગણતંત્ર દિવસ?

આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો ભવ્ય દિવસની ઉજવણી. 
એ દેશ જ્યાં કોઈ એક વ્યક્તિ માત્ર શાસન નથી કરતું,
તેમજ કોઈ એક પરિવારના હાથમાં જ નથી શાસનની કમાન,
જ્યાં કોઈ એક જાતિ કે ધર્મને નામે શાસન નથી કરવમાં આવતું,
કોઈ લિંગના આધાર પર કે ઉંમરના આધારે દેશનું નેતૃત્વ કરવામાં આવતું નથી,
દુનિયાનું એવું રાષ્ટ્ર જ્યાં આજે પણ ધર્મ અને આસ્થાનું સર્વોચય સ્થાન પર છે,
જેમાં લોકો જ પોતાના ભાગ્યના ઉદયનો નિર્ણય લઈ શકે છે,
દુનિયાનું કોઈક પણ દેશ પરફેક્ટ નથી હોતું, તેનું નિર્માણ લોકોની તનતોડ મહેનતથી થાય છે.

દેશની સેના કોઈ પણ નિષ્પક્ષતા વગર રક્ષણ કરે છે, તે મહાન દેશના ગણતંત્ર દિવસ પર નવા ઉદય સાથે આગળ વધી રહ્યું છે. 

લોકો દેશ અને દેશના બંધારણની ટીકા કરે છે, પણ એ ન ભૂલવું જોઈએ કે કરોડો લોકોના વિચાર અલગ અલગ હોય શકે પણ દેશની એકતા જળવાઈ રહેવી જોઈએ. અને એકતા, સ્વતંત્રતા અને સમાનતાની જાળવણી આપણે જ કરવાની રહેશે. 

મને ગર્વ છે હું મહાન દેશનો દેશવાસી છું. 

Saturday, January 5, 2019

સંબંધની શું છે મર્યાદા?

જ્યારે સંબંધમાં જરૂરત હતી ત્યારે એકબીજાની આવશ્યકતા વધી જાય છે.

પણ જેવી સંબંધમાં તિરાડ પડે છે કે તેમાં વાતચીતનો આદર બદલાઈ જાય છે.

પણ ક્યારેય ન ભૂલવું જોઈએ,જે કહી દીધું હતું એ શબ્દો હતા.

જે કહી ન શક્યો એ લાગણી જ છે,

અને જે કહેવું છે અને તેના માટે કોઈ શબ્દ નથી તે જ તો અહેસાસ છે,

જેને આ સંબંધની મર્યાદા જાળવી રાખી છે...

©પાર્થની નવરાશ