આજે અમદાવાદ શહેરમાં દબાણ હટાવવાનું કામ જે ઝડપથી અને જે પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે તે જોતા આગામી સમયમાં લોકો અમદાવાદની નેહરા અને સિંહ ની જોડીને ચોક્કસ યાદ કરશે. શહેરના લગભગ તમામ સ્થાનો પર દબાણ હટાવવાની ઝુંબેશ પુર જોશથી ચાલી રહી છે. તમામ શોપિંગ કોમ્પ્લેક્ષની બહાર યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી રહી છે. તો amc તરફથી હવે નવા મલ્ટી લેયર પાર્કિંગ ઉભા કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.(જે સુરતમાં ઘણાં અંશે સુપર હિટ રહ્યું છે)
આ દબાણ હટાવવાની ક્રિયા વચ્ચે સુરત અવાનું થયું ત્યારે મારી નજર શહેરમાં બ્યુટીફીકેશનના નામે નવી બનવેલી ફૂટપાથ પર પડી. સુરતમાં અડાજણ, ઘોડદોડ રોડ, વરાછા, પીપલોદ સહિત ઘણાં સ્થાનો પર બસ સ્ટેશનની સાથે નવી ફૂટપાથ બનાવવમાં આવી રહી છે. જો કે સુરતવાસીઓને યાદ જ હશે કે અગાઉ smc, સુરત માનપા દ્વારા ઝીરો ફૂટપાથ હેઠળ જાહેર માર્ગો પરથી તેને તોડવામાં આવી હતી અને હવે બ્યુટીફીકેશનના નામ પર નવી બનાવવામાં આવી રહી છે. સરસ સુરતીઓ એમ પણ ટેક્સ ભરવામાં અવ્વલ જ છે તો છો ને પૈસાનો વ્યય થતો.
ચાલો સ્માર્ટ સીટી માટે એ જરૂરી હશે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે તે સ્થિતિમાં કેટલું યોગ્ય છે તે આગામી સમયમાં ખબર પડશે જ. અમુક સ્થાનો પર રસ્તા નાના છે અને ત્યાં આ પ્રકારની ફૂટપાથ ક્યાં પ્રકારની દુરદર્શિતા છે તે સમજાતી નથી. જો પ્રસાશન એમ માનતું હોય કે ટ્રાફિક ન થાય તો એ તેમને આગામી સમયમાં ચોક્કસ ખબર પડશે જ. કેમકે જે સરદાર બ્રિજને 15 વર્ષ પહેલાં નવો બનવવાની વાત કરવમાં આવી હતી ત્યાં આજે વધારેના પંખીયા જોડવામાં આવી રહ્યા છે અને તેમાં પણ સ્લેબમાં ગાબડાં પાડવાનો દોર ચાલું જ છે.
અમદાવાદ જેવાં જુના શહેરમાં જયારે BRTS બસની સેવા શરૂ થઈ ત્યારે ત્યાંના નેરો રોડના કારણે લોકોનો ઘણો વિરોધ હતો પણ સમય જતાં લોકોએ BRTS નો વપરાશ વધુ કર્યો અને હાલમાં હવે મેટ્રો આવી રહી છે ત્યારે તે પહેલાંજ શહેરમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
હવે તો સુરતના લોકો એ જ તંત્રને બ્યુટીફીકેશનના નામે કોની સુંદરતા વધી રહી છે તે સવાલ કરવો જોઈએ. બાકી આગામી સમયમાં ફરી સુરતમાં પણ દબાણ હટાવવો ઝુંબેશ શરૂ થાય તો નવાઈ નહીં...
Saturday, August 11, 2018
સુરતને ખુબસુરત બનાવવાની ખોટી દોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment